મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-રાજકોટ અગ્નિકાંડથી સુરતના ફાયર વિભાગની આંખો ખુલી, હોટલ-હોસ્પિટલ-ક્લાસિસ સહિતની ઈમારતો સીલ

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ફાયરવિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જો કે ત

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ફાયરવિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ તંત્ર નિંદ્રાધિન હતું. પરંતુ રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં નિર્દોષોના મોતથી ફરતી બાજુથી માછલા ધોવાઈ રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ફાયરબ્રિગેડ તંદ્રા અવસ્થામાંથી બહાર આવ્યું છે. ફાયરબ્રિગેડ દ્વારા ફાયર સેફટી અને એનઓસી વગર ચાલતી ઈમારતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ પણ ફાયરસેફ્ટી ઉભી ન કરનાર હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટને મોડીરાત્રે સીલ મારવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા તમામ સ્થળોએ ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવ્યું છે. એટલે કે, રાજકોટની ઘટના બાદ સુરતના ફાયર વિભાગને બ્રહ્મજ્ઞાન થયું છે

આ સમાચાર શેર કરો