મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વાપીના ડુંગરી ફળીયામાં દુકાન અને ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Valsad News : વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરી ફળીયામાં દુકાન અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.

Valsad News : વલસાડ જિલ્લાના વાપીમાં  ડુંગરી ફળીયામાં દુકાન અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. દુકાનમાં આગ લાગતા પાછળ રહેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં પણ આગ પ્રસરી હતી, જેમાં આખા ગોડાઉનમાં આગ ફેલાઈ ગઈ હતી. વાપી ટાઉન ફાયર અને  વાપી જીઆઇડીસી ફાયરની ચાર ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચાલુ કર્યો હતો. વાપી મામલતદાર તેમજ વાપી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વાપી પોલીસે ગોડાઉનની આજુબાજુ રહેલાં લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા તેમજ ઘટના સ્થળે લોકોની અવરજવર બંધ કરાવી હતી. આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની  નોંધાઈ નથી. 

આ સમાચાર શેર કરો