મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:  ગોધરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઓઈલની દુકાનમાં આગ, અન્ય 4 દુકાનો બળીને ખાખ

ગોધરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી ઓઈલની દુકાનમાં આગની ઘટના બની હતી. ભરચક વિસ્તારમાં અચાનક આગ લ

ગોધરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી ઓઈલની દુકાનમાં આગની ઘટના બની હતી. ભરચક વિસ્તારમાં અચાનક આગ લાગવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. બનાવની જાણ ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડને થતાં ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે. અચાનક આગ કયા કારણોસર લાગી તેનું કારણ અકબંધ છે. ભરચક બજારમાં મોટી આગ લાગતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 આગ લાગવાને પગલે અફરાતફરીનો માહોલ

ગોધરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઓઈલની દુકાનમાં અચાનક આગ લાગવાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ઓલાવવા માટે ગોધરા, કાલોલ, હાલોલ, દેવગઢ બારીયાથી ફાયર બ્રિગેડ બોલવામાં આવ્યા. ઓઈલની દુકાનમાં અચાનક આગ લાગવાના પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસની 4 દુકાનો પણ આગ ઝપેટમાં આવી હતી. સમગ્ર આગ લાગવાની ઘટનામાં  દુકાનો અને બિલ્ડીંગ બળીને ખાખ થઈ હતી. એમજીવીસીએલ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. હાલ આગ સંપૂર્ણ પણે કાબુમાં આવી ગઈ છે.

આ સમાચાર શેર કરો