VIDEO: દહેજ સેઝ-2માં નિયોજન કેમિકસ કંપનીમાં લાગી આગ, વેરહાઉસ થયું બળીને ખાક
આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉનાળો નજીક આવી રહ્યો છે ત્યારે ઠેર ઠેર આગના બનાવો વધુમાં વધુ સામે આવી રહ્યા
આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉનાળો નજીક આવી રહ્યો છે ત્યારે ઠેર ઠેર આગના બનાવો વધુમાં વધુ સામે આવી રહ્યાં છે. જેમાં સુરતની શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગનો બનાવ સામે આવ્યો છે. ત્યારે હવે દહેજ સેઝ-2માં આવેલી નિયોજન કેમિકલ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. કંપનીના વેરહાઉસમાં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે દસથી બાર ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ જાનહાનિના કોઈ અહેવાલ નથી.




