મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં લગ્નના છ મહિનામાં જ સાસરિયાએ બદલ્યો રંગ, દહેજની માગ કરી પતિએ આપી ધમકી

સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જેથી પરિણીતા તેના સંતાન સા

સુરતમાં લગ્નના છ મહિનામાં જ સાસરિયાએ બદલ્યો રંગ, દહેજની માગ કરી પતિએ આપી ધમકી

સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જેથી પરિણીતા તેના સંતાન સાથે પિયર આવી ગઈ હતી. જ્યાં પરિણીતાના પિયર આવીને પણ પતિ ધમકી આપતો હતો. સાથે ખોટી ફરિયાદો કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે હાલ ચોક બજાર પોલીસ દ્વારા પરિણીતાની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

લવ મેરેજ બાદ બતાવ્યો રંગ

પીડિત પરિણીતાએ કહ્યું કે, ત્રણ વર્ષ અગાઉ અમારા લગ્ન થયા હતાં. મને એમ હતું કે સુધરી જશે અમે લવ મેરેજ કર્યા હતાં. જેઠ જેઠાણી અલગ થઈ ગયા હતાં. છ મહિના બાદ પ્રેગનન્સી રહી હતી. ત્યારથી મને ધાક ધમકી અપાતી હતી. બાદમાં હું મારા પિયર છેલ્લા 11 મહિનાથી રહું છું. મારા સંતાનને લઈ જવાની કોશિષ કરવામાં આવી રહી છે. મને ઘરે આવીને મારા પતિ દિવ્યેશ ભાણજી વાઢેર, ગિરીશ સોલંકી અને વિપુલ રાઠોડ સહિતના માર માર્યો હતો. મારી સામે ભાજપના ધારાસભ્યની લાગવગથી ખોટી ફરિયાદ કરીને પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવી હતી. મને ખૂબ જ અસહ્ય ત્રાસ આપવામાં આવે છે. જેથી મારી ન્યાયની માગ છે. મારે બીજું કશું જ જોઈતું નથી.

પરિણીતાના પિયરીયાને પણ ધમકી

પીડિતાની માતાએ કહ્યું કે, મારી દીકરીને 3 વર્ષ કરતાં વધુ સમયથી લઈ ગયો છે. તેને ત્રાસ આપે છે. અમને સમાધાનના નામે પરિવારને ત્રાસ આપવામાં આવે છે. અમને રસ્તામાં મળે તો ધમકી આપે છે. ઉભા રાખીને અમારી સાડી પણ કાઢીને બાંધીને ઢસડવાનો પ્રયત્ન કરે છે. પોલીસની ધાક ધમકી આપે છે. મને પણ એસિડ નાખીને મારી નાખવાની કોશિષ કરે છે. અમારું ઘર બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. ન્યાય અમારે જોઈએ છે. જો ન્યાય ન મળે તો અમે સામૂહિત આપઘાત કરી લઈશુ.

આ સમાચાર શેર કરો