મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Five Eyes શું છે? ભારત સાથે શું છે કનેક્શન? USએ કેનેડાને કેમ આપી ધમકી?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી, અમેરિકા તેના જૂના સાથીઓ સાથે જુદી જ રીતે વર્તી રહ્યું છ

Five Eyes શું છે? ભારત સાથે શું છે કનેક્શન? USએ કેનેડાને કેમ આપી ધમકી?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી, અમેરિકા તેના જૂના સાથીઓ સાથે જુદી જ રીતે વર્તી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે બ્રિટનને પરમાણુ શસ્ત્રો ધરાવતો વિશ્વનો પ્રથમ "સાચો ઇસ્લામિક દેશ" ગણાવ્યો હતો. તેમણે યુકેમાં વધતી જતી ઇમિગ્રન્ટ મુસ્લિમ વસ્તી અંગે આ નિવેદન આપ્યું હતું. અહેવાલ મુજબ, પીટર નાવારોએ હવે કેનેડાને ગુપ્ત માહિતી શેરિંગ નેટવર્ક Five Eyes માંથી દૂર કરવાની ધમકી આપી છે. આ સ્પષ્ટ સંકેત છે કે જો ઇમિગ્રેશન ઘટાડવા માટે કામ કરવામાં નહીં આવે તો ટ્રમ્પ સરકાર તેના સાથીઓને છોડી દેવા માટે તૈયાર છે.

ટ્રમ્પે અગાઉ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને જાહેરમાં "ગવર્નર ટ્રુડો" કહીને ટ્રોલ કર્યા હતા. હવે તેમના સલાહકાર પીટર નાવારોએ કેનેડાને Five Eyes ઇન્ટેલિજન્સ નેટવર્કમાંથી બાકાત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નેટવર્કમાં યુએસ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. પાંચેય દેશો તેમની ગુપ્તચર એજન્સીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી એકબીજા સાથે શેર કરે છે.

Five Eyes એલાયન્સ શું છે?

Five Eyes (FVEY) જોડાણ એ વૈશ્વિક ગુપ્ત માહિતીનું એક જટિલ નેટવર્ક છે. પાંચ અંગ્રેજી બોલતા દેશોનું બનેલું આ શક્તિશાળી ગુપ્તચર જોડાણ, દેખરેખ રાખે છે અને માહિતી શેર કરે છે. બીજા વિશ્વયુદ્ધ પછી, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે Five Eyes એલાયન્સ નામનું એક ગુપ્તચર નેટવર્ક બનાવ્યું.

Five Eyesનો ભારત સાથે શું સંબંધ છે?

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવ્યા ત્યારે Five Eyes સમાચારમાં આવી હતી. કેનેડા સરકારે કહ્યું હતું કે તેને Five Eyes ઇન્ટેલિજન્સ એલાયન્સના સભ્ય દેશ તરફથી નિજ્જર હત્યા કેસ વિશે ગુપ્ત માહિતી મળી હતી. અમેરિકામાં શીખ કટ્ટરપંથીઓ વિરુદ્ધ કથિત ટ્રાન્સ-કોન્ટિનેન્ટલ ઓપરેશન અંગે ભારતને ઘેરવા માટે અમેરિકા અને કેનેડાએ સાથે મળીને કામ કર્યું હતું.

આ સમાચાર શેર કરો