VIDEO: સુરતના મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આગ લાગી, સદનસીબે જાનહાની ટળી
સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ મહાત્મા ગાંધી
સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આગ લાગી હતી. APMC માર્કેટ નજીક આવેલી આ માર્કેટમાં પડેલા પ્લાસ્ટિકના બેરેકમાં અચાનક આગ ફાટી નીકળી હતી.પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું..
ફાયર બ્રિગેડની 5 ગાડીઓ સ્થળ પર દોડી ગઈ
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, જેનાથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
જાહેરાત







