મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ભજીયાની દુકાનમાં આગ લાગતા મચી અફડાતફડી, સેન્ટર બંધ હોવાથી દુર્ઘટના ટળી

સુરતના ડુમસ ખાતે આવેલ "THE COFFEE WAVE ભજીયા સેન્ટર"માં આજે આગ લાગવાની ઘટના બની. જો કે સેન્ટર બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હ

સુરતના ડુમસ ખાતે આવેલ "THE COFFEE WAVE ભજીયા સેન્ટર"માં આજે આગ લાગવાની ઘટના બની. જો કે સેન્ટર બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આગની માહિતી મળતાં વિસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનો દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. જેથી મોટું નુકસાન અટકયું હતું. આજે સુરતીઓ મોટા પાયે ભજીયા ખાવા માટે ડુમસના આ સેન્ટર પર આવતાં હતાં. પરંતુ સેન્ટર બંધ હોવાથી વધુ જાનહાની અને માલમિલકતનું નુકસાન ટળ્યું હતું. આગના કારણે જે પણ નુકસાન થયું છે, તે બરાબર રીતે તપાસવામાં આવી રહ્યું છે. આગના કારણને લગતી તપાસ હજુ પણ ચાલુ છે.

આ સમાચાર શેર કરો