VIDEO : ઉપલેટાની પટેલ જિનિંગ મિલમાં આગથી લાખો રૂપિયાનું નુકસાન
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં પોરબંદર રોડ પર આવેલી પટેલ જિનિંગ મિલમાં રાખવામાં આવેલા કપાસના

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં પોરબંદર રોડ પર આવેલી પટેલ જિનિંગ મિલમાં રાખવામાં આવેલા કપાસના મોટા જથ્થામાં એકાએક આગ લાગી હતી. જિનિંગ મિલના સ્ટાફ અને મજૂરોએ સાથે મળીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલા ઉપલેટા નગરપાલિકાના ફાયર સ્ટાફને જાણ કરવામાં આવી હતી.
ઉપલેટા નગરપાલિકાના ફાયરના બે ટેન્કર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવામાં આવ્યો હતો. આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે.




