VIDEO : વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓને અંતિમ ઓપ, 6 સ્થળોએથી EVM ડીસ્પેચ કરાયા
વડોદરામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા અંતિમ તૈયારી
વડોદરામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરના 6 સ્થળોએથી EVM સહિતની ચૂંટણી સામગ્રી ડીસ્પેચ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ પ્રક્રિયામાં શહેર અને જિલ્લાના 21,000થી વધુ કર્મચારીઓ જોડાયેલા છે. જિલ્લાના કુલ 2,406 મતદાન મથકો પર આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે, જેમાં 21,95,748 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.







