VIDEO: વાઘોડિયાની ખાનગી યુનિ. કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
વડોદરાના વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચ
વડોદરાના વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે. બન્ને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે કોઈક વાતને લઈને વિવાદ થતા કેમ્પસને માથે લીધું હતું. વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે વિદ્યાર્થીઓ વચ્ચે ડંડાવાળી અને છૂટા હાથની મારામારી થઈ હતી.
મારામારીમાં એક વિદ્યાર્થી નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો. કેમ્પસમાં બબાલ થતા સિક્યોરિટી બંદોબસ્તને લઈને પણ સવાલો ઉઠ્યા છે. હજારો વિદેશી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ વાલીઓ ચિંતિત બન્યા છે. આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. યુનિવર્સિટીને બદનામ કરવાનું કાવતરું છે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાના આક્ષેપ છે. વાયરલ વીડિયોની જીએસટીવી પુષ્ટી કરતું નથી.








