VIDEO: સાવરકુંડલાના થોરાડીમાં બે સિંહ અને શ્વાન વચ્ચે જબરદસ્ત લડાઈ!
અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ. ગામ હોય કે વાડી વિસ્તારમાં ડાલામથાની લટાર અવાર-નવાર જોવા મળતી હોય છે.
અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ. ગામ હોય કે વાડી વિસ્તારમાં ડાલામથાની લટાર અવાર-નવાર જોવા મળતી હોય છે. ત્યારે સાવરકુંડલાના થોરાડી ગામમાં બે સિંહ સામે બે શ્વાન પડકાર ફેંકતા હોય તેવા સીસીટીવી સામે આવ્યાં છે.
સાવરકુંડલાના થોરાડી ગામમાં એક ગૌ શાળાના ગેટની બહાર એક તરફ સાવજની ગર્જના તો ગેટની અંદર બે શ્વાન અંદરથી સાવજની ગર્જનાને પડકાર ફેંકતા હોય તે રીતે સામ-સામે આવી ગયા હતા.
સિંહોથી ડરવાને બદલે જાણે શ્વાનોએ સિંહો સામે મોરચો માંડ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતા. સાવજે પંજો મારતા ગેટ પણ ખુલી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં અંદરથી કોઈ વ્યક્તિ આવી ગયા હતા. જેની થોડી સેકન્ડ પહેલા જ બંને સાવજ ત્યાંથી જતા રહ્યા હતા.






