VIDEO: રાજકોટમાં રેપિડો સામે ઉગ્ર વિરોધ; મોંઘવારીના સમયમાં ભાડું વધારવાને બદલે ઘટાડતા રિક્ષા ચાલકો રસ્તા પર ઉતર્યા
રાજકોટમાં રેપિડો સામે રિક્ષા ચાલકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. રેપિડોએ રિક્ષા ભાડું રૂ.15માંથી ઘટાડી રૂ.12 કરતા ચાલકોમાં
રાજકોટમાં રેપિડો સામે રિક્ષા ચાલકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. રેપિડોએ રિક્ષા ભાડું રૂ.15માંથી ઘટાડી રૂ.12 કરતા ચાલકોમાં અસંતોષ ફેલાયો છે. મોંઘવારીના સમયમાં ભાડું વધારવાને બદલે ઘટાડતા રિક્ષા ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ઓછા ભાડા કારણે તેમની રોજગારી પર સીધી અસર પડી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં એકત્ર થઈ ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. માંગણી કરવામાં આવી છે કે ભાડામાં તાત્કાલિક વધારો કરવામાં આવે. નહીં તો આગામી સમયમાં સમગ્ર રાજકોટમાં રેપિડોની સેવા ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.







