VIDEO: મોદીનગર ડિસ્ટિલરીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં આવેલા મોદીનગર વિસ્તારની એક પ્રખ્યાત

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં આવેલા મોદીનગર વિસ્તારની એક પ્રખ્યાત ડિસ્ટિલરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ડિસ્ટિલરીમાં કેમિકલ અને આલ્કોહોલ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોના ભારે જહેમત અને કલાકોની સખત મહેનત બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને તમામ કર્મચારીઓને સમયસર સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.




