મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના સિંગણપોરમાં બે માળના મકાનમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં નવા મહોલ્લામાં એક ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં અચાનક ભ

તસવીર: gstv

સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં નવા મહોલ્લામાં એક ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગ્રાઉન્ડ પ્લસ બે માળ અને ટેરેસ પર પતરાના શેડમાં બેગ સહિતની વિવિધ વસ્તુઓનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું.

મકાનના પહેલા માળે અચાનક આગ લાગ્યા બાદ તે ઝડપથી પ્રસરી ગઈ હતી. પહેલા અને બીજા માળે મહિલા સહિત ત્રણથી વધુ લોકો ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન સ્થાનિકોએ સાહસ બતાવી નીચે ટેમ્પો ઊભો રાખી દોરડાની મદદથી ફસાયેલા તમામ 3 લોકોને સુરક્ષિત બહાર કાઢી રેસ્ક્યુ કરી લીધા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. 5 અલગ-અલગ ફાયર સ્ટેશનની 10થી પણ વધુ ગાડી સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર પ્રાથમિક કાબૂ મેળવી લીધો હતો. જોકે, ટેરેસ પર પતરાના શેડમાં સામાન અને બેગનો જથ્થો હોવાને કારણે થોડી જ વારમાં આગ ફરીથી ભભૂકી હતી. પહેલા માળે લાગેલી આગ જોતજોતામાં ત્રીજા માળ પર પતરાના શેડ સુધી પહોંચી જતાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના રહીશોમાં ભારે દહેશત વ્યાપી ગઈ હતી.

આ સમાચાર શેર કરો