મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતની જાબાઝ મહિલા પોલીસ, રાતના ૩ વાગ્યે ઝઘડી રહેલા અસામાજિક તત્ત્વોની બબાલને અટકાવી

સુરતમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો દિવસે જ નહીં પણ મધરાતે પણ જોવા મળી રહ્યાં છે. વેડરોડ વિસ્તારમાં

સુરતમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો દિવસે જ નહીં પણ મધરાતે પણ જોવા મળી રહ્યાં છે. વેડરોડ વિસ્તારમાં બે જૂથ સામ સામે આવી ગયા હતાં. જેમાં મહિલાઓ પણ સામેલ હતી. અસામાજિક તત્ત્વોએ મહિલાઓને પણ માર માર્યો હતો. જેથી એક મહિલા તો રોડ પર જ ઢળી પડી હતી. આ દરમિયાન મહિલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેણીએ એકલા હાથે સમગ્ર મુદ્દે મધ્યસ્થી કરી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યાં છે. જેમાં જાહેરમાં થતી મારામારી અને કાયદાની સ્થિતિ સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે.

આ સમાચાર શેર કરો