અમરેલીમાં પત્નીની હત્યા મામલે પોલીસ તપાસ શરુ, ત્રણ દિકરી એક દિકરાને લઈ પતિ ફરાર
અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પરિણીતાની હત્યાનો મામ

અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પરિણીતાની હત્યાનો મામલો સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે 32 વર્ષીય પરણીતાની હત્યાની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. વહેલી સવારે કે મધરાતે પત્નીની તિક્ષણ હથિયાર વડે હત્યા કરી હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.
ત્રણ દીકરી અને એક દીકરાની જનેતાની હત્યાને પગલે નાનકડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકોને લઈને પરણીતાનો પતિ ફરાર થઈ જતા શંકાની સોય પતિ તરફ જાય છે. પતિ પરેશ નિમાવત અને મૃતક પત્ની આશા નિમાવત ખડકાળા ગામે વૃદ્ધોને જમાડવાનું કામ કરતા હતા. આ રસોઈ ઘર ચલાવવા માટે ગ્રામજનો તેમને રૂ.11000 જેવું વેતન આપતા હતા.
પરેશ નિમાવત મૂળ લીલીયા તાલુકાના પુંજાપાદર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. તીક્ષ્ણ ઘા મારીને આશાબેનની હત્યા અંગે ગ્રામજનોએ તાલુકા પોલીસને જાણ કરી હતી. જેથી તાલુકા પોલીસના કાફલા સહિત અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને એફએસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. તાલુકા પોલીસે પંચનામું કરી આશાબેનના મૃતદેહને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલે પોસ્ટમોટર્મ માટે ખસેડ્યો હતો.






