VIDEO: મેઘરજમાં અજાણી કારની પિતા-પુત્રને ટક્કર, પોલીસ લખેલી નેમપ્લેટ અને દારૂની બોટલ મળી
અરવલ્લીમાં હિટ એન્ડ રનનો કોસ જોવા મળ્યો હતો. અરવલ્લીના મેઘરજના કુંભેરા પાસે કાર અને મોપેડ વચ્ચે ભયાનક અકસ્માત સર્જા
અરવલ્લીમાં હિટ એન્ડ રનનો કોસ જોવા મળ્યો હતો. અરવલ્લીના મેઘરજના કુંભેરા પાસે કાર અને મોપેડ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રને ગંભીર ઈજાઓ થઈ હતી. કારમાં પોલીસ લખેલી નેમપ્લેટ અને યુનિફોર્મ પણ જોવા મળ્યો હતો. કારમાં એક બેગ હતી, જેમાં દારૂની બોટલ પણ જોવા મળી હતી.
કારમાં પોલીસ લખેલી નેમપ્લેટ અને યુનિફોર્મ પણ જોવા મળ્યો
આ અકસ્માત સર્જી પછી કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
નશાની હાલતમાં ગાડી ચલાવતો હોવાના આક્ષેપ
અજાણ્યો શખ્સ નશાની હાલતમાં ગાડી ચલાવતો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. હવે આ સમગ્ર મામલે પોલીસ ભીનું સંકેલશે કે પછી સખ્ત તપાસ થશે તે હવે જોવાનું રહ્યું.






