મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વહુને બચાવવા જતાં સસરા પડ્યા કૂવામાં, પોલીસે દોરડાંથી બચાવ્યો જીવ

ગીરસોમનાથમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોઈ અંગત કારણોસર દિકારાની વહુ કુવામાં

ગીરસોમનાથમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોઈ અંગત કારણોસર દિકારાની વહુ કુવામાં પડીને મોતને વ્હાલું કરવા જઈ રહી હતી, તો તેની પાછળ વહુને બચાવવા સસરાએ પણ કુવામાં ઝંપલાવ્યું હતુ. આખરે પોલીસે દોરડાની મદદથી કુવામાં પડી ગયેલ વૃધ્ધનો જીવ બચાવ્યો હતો જ્યારે વહુ મોતને ભેટી હતી. 

આ પણ વાંચો : સુરત પોલીસ બની દેવદૂત: રમતા-રમતા ગૂમ થયેલ બાળકને ભારે જહેમત બાદ શોધી પરિવારને સોંપ્યું

ગીરસોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આકોલવાડી ગામે એક વૃધ્ધ પાણીના કુવામાં પડ્યા હતા. જેની જાણ તાલાલા પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અને દોરડા મારફતે આ વૃધ્ધને સહી સલામત બહાર કાઢી જીવ બચાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઘરકંકાસમાં દીકરાની વહુએ કુવામાં ઝંપલાવ્યુ હતુ અને વહુને બચાવવા સસરા પણ કુવામા પડ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા તેમને સસરાને દોરડા મારફતે સહી સલામત બહાર કાઢવામા સફળતા મળી હતી, પરંતુ આ ઘટનામાં વહુ મોતને વ્હાલી થઈ હતી. 

આ સમાચાર શેર કરો