મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સગાઈના બહાને પિતા-પુત્રને ઘરમાં બોલાવ્યા, રૂમમાં બંધ કરીને શખ્સોએ માર્યો ઢોર માર અને મંગાવી માફી

અમદાવાદના નિકોલમાં પિતા-પુત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર યુવતીના મામલામાં આ સમગ્

અમદાવાદના નિકોલમાં પિતા-પુત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર યુવતીના મામલામાં આ સમગ્ર ઘટના સર્જાઈ છે. નિકોલના અનમોલ એવન્યુમાં રાયચંદ પુરોહિત અને તેના પુત્ર લક્ષ્મણ પુરોહિતને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સગાઈની વાત કરવા માટે પિતા-પુત્રને ઘરમાં બોલાવવામાં આવ્યા હતા. 

ઘરમાં બોલાવીને પિતા- પુત્રને રૂમમાં લઈ ગયા ત્યાર બાદ તેને ઢોર માર માર્યો

ઘરમાં બોલાવીને પહેલા પુત્રને રૂમમાં લઈ ગયા ત્યાર બાદ તેને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ યુવાનના પિતાને  રૂમમાં બોલાઈને બન્નેની ધોલાઈ કરવામાં આવી હતી. યુવાન અને તેના પિતા પાસે શખ્સોએ માફી મંગાવી હતી.

7 શખ્સો સામે ફરિયાદ દાખલ

સમગ્ર ઘટનાના વિડિયો સામે આવ્યા છે. પિતા-પુત્રને ઢોરમાર મારીને શખ્સો ભાગી ગયા છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. નિકોલ પોલીસે આ મામલે 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો