મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીના ચીખલીના બારોલિયા ગામમાં ગ્રામ પંચાયતના નાળાના કામ બાબતે મહિલા સરપંચ અને પતિ પર જીવલેણ હુમલો

નવસારીના ચીખલી તાલુકાના બારોલિયા ગામ

તસવીર: gstv

નવસારીના ચીખલી તાલુકાના બારોલિયા ગામમાં પંચાયતના નાળાના કામ બાબતે સર્જાયેલી બબાલમાં મહિલા સરપંચ પ્રિયંકાબેન પટેલ અને તેમના પતિ અલ્પેશભાઈ પર ચાર શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો.... હુમલાખોરોએ લોખંડના સળિયા અને પથ્થર વડે હુમલો કરતા સરપંચના પતિને ગંભીર ઈજાઓ પહોંચી છે.....આરોપીઓએ મહિલા સરપંચ સાથે પણ અભદ્ર વર્તન કરી વાળ પકડી જમીન પર ઘસેડ્યા હતા અને જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચીખલી પોલીસે આ મામલે એટ્રોસિટી અને મારમારીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો