મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીના વાંસદામાં રૂ. ૧૨.૫૦ લાખની આંગડિયા લૂંટના ફરાર માસ્ટરમાઇન્ડને પોલીસે સાધુના વેશમાંથી દબોચી લીધો

નવસારી જિલ્લાના વાંસદામાં આવેલી રમેશકુમ

તસવીર: gstv

નવસારી જિલ્લાના વાંસદામાં આવેલી રમેશકુમાર અંબાલાલ આંગડિયા પેઢીમાં અન્ય ત્રણ લૂંટારૂઓ સાથે મળીને ૧૨.૫૦ લાખ રૂપિયાની લૂંટને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી લાંબા સમયથી નાસી છૂટ્યો હતો. નવસારી એલસીબી અને વાંસદા પોલીસે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, પરંતુ મુખ્ય માસ્ટરમાઇન્ડ રાજારામ ઉર્ફે રાજુ ચૌધરી પોલીસથી બચવા માટે રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલની એક આશ્રમમાં સાધુનો વેશ ધારણ કરીને મહંતનો સેવક બનીને છુપાયો હતો. વાંસદા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરીને આશ્રમમાંથી સાધુવેશમાં છુપાયેલા મુખ્ય આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીને વાંસદા લાવીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો