VIDEO: રાજકોટના કાલાવડ રોડ પર ગમખ્વાર અકસ્માત
રાજકોટના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. એકટીવા ચાલક સાઇડ કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો
રાજકોટના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. એકટીવા ચાલક સાઇડ કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા ડમ્પર સાથે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એકટીવા ચાલકને ઇજાઓ પહોંચતા આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર મામલે તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને અકસ્માતના કારણો અંગે વધુ કાર્યવાહી શરૂ કરી છે.


