મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી તરબૂચની ખેતીમાંથી મેળવી રહ્યા છે મબલખ આવક

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને બાગાયત અને ફળોની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ખાસ ક

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને બાગાયત અને ફળોની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને તરબૂચની ખેતી ખેડૂતો માટે આવકનું નવું સાધન બની રહી છે. તલ, શાકભાજી અને લીલાચારાની ખેતી કરતા ખેડૂતો હવે તરબૂચના વાવેતર તરફ વળ્યા છે. માત્ર ત્રણ મહિનાની મહેનત બાદ ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે. એક વિધે અંદાજે 70 હજાર રૂપિયાની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓછા સમયમાં વધુ આવક મળતા અન્ય ખેડૂતો પણ હવે તરબૂચની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. કૃષિ નિષ્ણાતો પણ ખેડૂતોને આધુનિક પદ્ધતિથી બાગાયત ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો