VIDEO: સુરેન્દ્રનગરના સાતથી વધુ ગામોના ખેડૂતો ઘુડખરના ત્રાસથી પરેશાન, સમસ્યાનું નિરાકરણ ન થતા જગતનો તાત રોષમાં
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં&nb
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના સાતથી વધુ ગામોના ખેડૂતો ઘુડખરના ત્રાસથી પેરેશાન છે. ધણાદ, પેઢડા, વણા, અંકેવાળીયા, ગજેડા, ડુમાણા સહિતના ગામોના ખેડૂતોએ આ મુદ્દે છેલ્લા પાંચ વર્ષથી વહીવટી તંત્રને રજૂઆતો કરી છે, પરંતુ યોગ્ય નિરાકરણ ન મળતાં હવે તેઓએ આકરા પગલાં લેવાનું નક્કી કર્યું છે.
ઘુડખરો દ્વારા ચરી જવાથી નષ્ટ થઈ રહ્યું છે
ખેડૂતોની મુખ્ય ફરિયાદ છે કે મોંઘા બિયારણ, દવાઓ, ખાતર અને મજૂરીના ખર્ચે કરેલું વાવેતર ઘુડખરો દ્વારા ચરી જવાથી નષ્ટ થઈ રહ્યું છે. ઘુડખર અભ્યારણ પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નથી થયું, જેના કારણે તેમનો રોષ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે સમગ્ર મામલે ખેડૂતોની ખાસ બેઠઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં નક્કર નિર્ણય લેવામાં આવ્યા હતા.
ખેડૂતોએ ઘુડખર ભગાડો ખેતી બચાવો અભિયાન શરૂ કરી આખરે છ ગામના ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા હતા. ભારે રોષ બાદ મામલતદાર, વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. જે બાદ ખેડૂતોએ ઘુડખરથી ખેતીને બચાવવાની વાત કરી કરી હતી. ખેડૂતોએ આગળ જણાવ્યું કે, ઘુડખર અભયારણ્ય પાછળ કરોડોનો ખર્ચ છતાં ખેડૂતોને ઘુડખર નુકસાન કરી રહ્યા છે. જેથી તાત્કાલિક ઘુડખરના ત્રાસમાંથી મુક્તિ આપવા ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ માંગ ઉઠાવી હતી. સારી એવી વ્યવસ્થા કરવી નહિ તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.






