મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાવણી બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતામાં

અંકલેશ્વર પંથકમાં અતિભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે

તસવીર: gstv

અંકલેશ્વર પંથકમાં અતિભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદથી ખેતરો તળાવમાં પરિવર્તિત થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે ખેડૂતોમાં પાક નુકસાનની ચિંતા વધી છે. નવી વાવણી બાદ ખેતરોમાં પાણી ભરાતા કપાસ, શાકભાજી સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાતા કૃષિ ક્ષેત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક વિસ્તારોમાં શેરડી જેવા પાકને વરસાદથી લાભ થઈ શકે છે, પરંતુ મોટાભાગના પાકો માટે અતિભારે વરસાદ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો