VIDEO: કામરેજના સેવણી ગામમાં વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતોમાં રોષ, ખેતરમાં મંડપ બાંધી પ્રદર્શન કરવાની ઉચ્ચારી ચિમકી
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામમાં પાવરગ્રીડની વટામણ-નવસારી
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામમાં પાવરગ્રીડની વટામણ-નવસારી ટ્રાન્સમિશન લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બારડોલીમાં ખેડૂત સમાજની બેઠકમાં ખેડૂતોએ આક્ષેપ કર્યો કે બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના પ્રોજેક્ટ બચાવવા વીજ લાઇન નાના ખેડૂતોના ખેતરો તરફ ખસેડવામાં આવી રહી છે.
ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં ખાડા ખોદી કામગીરી શરૂ કરાતા અસંતોષ વ્યાપ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ આવતીકાલથી સેવણી ગામે ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી ખેતરમાં મંડપ બાંધી ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




