મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વીરપુરના મેવાસામાં જીવંત વીજ વાયર પડતા ખેડૂતને ગંભીર ઈજા

યાત્રાધામ વીરપુરના મેવાસા રેડ પર જીવંત (ચાલુ ઈલેક્ટ્રીસીટી વાળો) 11 kv નો વ

યાત્રાધામ વીરપુરના મેવાસા રેડ પર જીવંત (ચાલુ ઈલેક્ટ્રીસીટી વાળો) 11 kv નો વીજ વાયર નીચે પડ્યો. જીવંત વાયરના સંપર્કમાં આવતા એક ખેડૂતને ગંભીર રીતે ઈજાઓ થઈ, જેને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ખેડૂત ગંભીર રીતે દાઝ્યા

ખેતરમાં શાકભાજી ઉતારવાનું કામ કરતા ભીખુભાઇ વઘાસીયા નામના ખેડૂત પર જીવંત વીજ વાયર પડતા તે ગંભીર રીતે દાઝયા. ખેડૂતના માથાના વાળ પણ જીવંત વીજ વાયરમાં ચોંટેલ જોવા મળી રહ્યા છે. ખેતરમાં કામ કરતા અન્ય ખેડૂતે ભીખુભાઇ વાઘસિયાને કંટ લાગતા જોતા તેમને વીજ વાયરથી દૂર કર્યા જેથી તેમનો જીવ બચી શક્યો. ઇજાગ્રસ્ત ખેડૂતને ગોંડલ ખાતે ખાનગી હોસ્પિટલમાં ICU માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

40 વર્ષથી વાયરો નથી બદલાયા

વીરપુરના મોટા ભાગના ફીડરોમાં 40 વર્ષથી વાયરો બદલવામાં ન આવ્યા હોવાથી જીવંત વીજ વાયર નીચે પડ્યો હોવાના આક્ષેપ ત્યા રહેતા અન્ય લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. PGVCL અધિકારીઓની ટિમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર બાબતની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી.

આ સમાચાર શેર કરો