VIDEO: રાજ્યમાંથી ફરી એકવાર નકલી કચેરી ઝડપાઇ, MLAએ રેડ પાડતા ફૂટ્યો ભાંડો!
રાજ્યમાં ફરી એકવાર નકલી કચેરી ઝડપાઈ છે. આ વખતે અરવલ્લી જિલ્લામાંથી કહેવાતી સિંચાઈ વિભાગની નક

રાજ્યમાં ફરી એકવાર નકલી કચેરી ઝડપાઈ છે. આ વખતે અરવલ્લી જિલ્લામાંથી કહેવાતી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દરોડા પાડીને આ નકલી કચેરી ઝડપી પાડી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં કચેરીમાં કામ કરતા 7 કર્મચારીઓ પણ મળી આવ્યા છે. ઝાલાએ આ પાછળ નિવૃત્ત અધિકારીઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા
અરવલ્લીના મોડાસા શહેરમાં કહેવાતી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઇ છે. રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા આ કચેરી ચાલાવવામાં આવતી હોવાની આશંકા છે. જેને લઇ બાયડના MLA ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. તપાસ દરમિયાન આ કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા હતા. તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ મળી આવતા મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
નકલી કચેરીમાંથી શું-શું મળી આવ્યું?
મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં આ નકલી સિંચાઈ વિભાગની કચેરી ચાલતી હતી. અહીંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે.






