મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉચ્છલના મીરાકોટ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો, દર્દીઓને આપતો એલોપેથિક દવા

સુરત સહિત સમગ્ર રાજ્યમાં બોગસ ડોક્ટર પકડાવાના કિસ્સાઓમાં વધારો થયો છે. ત્યારે તાપી જિલ્લા એસઓજી એ ઉચ્છલ ત

સુરત સહિત સમગ્ર રાજ્યમાં બોગસ ડોક્ટર પકડાવાના કિસ્સાઓમાં વધારો થયો છે. ત્યારે તાપી જિલ્લા એસઓજી એ ઉચ્છલ તાલુકાના મીરાકોટ ગામેથી બોગસ ડોક્ટરને પકડી પાડ્યો છે. બાતમીના આધારે રાવસાહેબ રધુનાથ બોરાણ રહે શક્તિ નગર સોસાયટી, સોનગઢ નામના ડોક્ટરને પકડી પાડ્યો છે. ઉચ્છલના મીરકોટ ગામના બસસ્ટોપ પાસે ક્લિનિકમાં બીમાર લોકોને એલોપેથિક દવા આપી સારવાર કરતો હતો.જિલ્લા એસઓજીએ એલોપેથિક દવાઓ તથા મેડિકલના લગતા સામાનનો જથ્થો મળી કુલ 6,120 રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તાપી જિલ્લા એસઓજીએ BNS કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક કલમ 30 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો