મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરા તાલુકા સેવાસદનમાં ફાયર સેફ્ટીના સાધનો એકસપાયરી ડેટ, જાગૃત અરજદારે જીએસટીવીને કરી જાણ

પંચમહાલના ગોધરા તાલુકા સેવાસદન ખાતે દિવા તળે અંધારા જેવી સ્થિતિ છે. અહીં ત્રણ માળની ગોધરા ત

પંચમહાલના ગોધરા તાલુકા સેવાસદન ખાતે દિવા તળે અંધારા જેવી સ્થિતિ છે. અહીં ત્રણ માળની ગોધરા તાલુકા સેવાસદનની બિલ્ડિંગમાં ફાયરના સાધનો એક્સપાયરી ડેટ જોવા મળ્યા છે. ત્યારે આ મુદ્દે જાગૃત અરજદારે જીએસટીવીને જાણ કરી હતી. અરજદારોના ધ્યાને આવે છે કે ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન છે પણ જવાબદાર અધિકારીઓને આ વાત ધ્યાને આવતી નથી. ત્યારે ગોધરા તાલુકા સેવાસદનમાં આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ સર્જાશે. હાલ તો ગોધરા તાલુકા સેવાસદનમાં ફાયર સેફ્ટીના સાધનોને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. 

આ સમાચાર શેર કરો