મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદમાં સરખેજ પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી, PI સહિતનો સ્ટાફ ઘૂંટણસમા પાણીમાં લોકોને થયો મદદરૂપ

અમદાવાદમાં ધોધમાર વરસાદ વચ્ચે સરખેજ વિસ્તારમાં પો

તસવીર: gstv

અમદાવાદમાં ધોધમાર વરસાદ વચ્ચે સરખેજ વિસ્તારમાં પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે. સ્થાનિક PI એલ. એલ. ચાવડા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ઘૂંટણસમા પાણીમાં ચાલીને PI એલ. એલ. ચાવડા લોકોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં મદદરૂપ થયા હતા. પીઆઈ ચાવડાએ નીચાણવાળા વિસ્તારમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જયારે YMCA કટ પર ભારે વરસાદ વચ્ચે પલળીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આમ, જળબંબાકારની સ્થિતિમાં લોકોની સુરક્ષા અને સુવિધા માટે સરખેજ પોલીસ ખડેપગે જોવા મળી હતી. આમ, જળબંબાકારની સ્થિતિમાં લોકોની સુરક્ષા અને સુવિધા માટે સરખેજ પોલીસ ખડેપગે જોવા મળી હતી. 

આ સમાચાર શેર કરો