VIDEO : ધોરાજીના સુપેડી ગામ નજીક રોડ પર આખી બસ આગમાં બળીને ખાક
રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમા આગ લાગી હતી. ધોરાજી-

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમા આગ લાગી હતી. ધોરાજી-પોરબંદર હાઇવે પર બસના વાયરીંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું બસના ડ્રાઈવરે જણાવ્યુ હતું. ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આ બસ પોરબંદરથી મુસાફરો લઈને રાજકોટ તરફ જઈ રહી હતી. ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે મોટી જાનહાની ટળી હતી.




