મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હિંમતનગર-શામળાજી હાઈવે પર રોષે ભરાયેલા ટોળાએ DySpની કાર સળગાવી, ટીયરગેસના છોડાયા સેલ, જાણો શું છે સમગ્ર મામલો

સાબરકાંઠાના હિંમતનગર- શામળાજી નેશનલ હાઇવે 8ના ગામડી પાસે ચક્કાજામ વાળો મામલો વધુ વકર્યો છે. છે. રોષે ભરાયેલા ગ્ર

સાબરકાંઠાના હિંમતનગર- શામળાજી નેશનલ હાઇવે 8ના ગામડી પાસે ચક્કાજામ વાળો મામલો વધુ વકર્યો છે. છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવે પર ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. તો બીજી તરફ પોલીસને પણ રોષનો સામનો કરવો પડ્યો છે.

 ટોળાએ ઉશ્કેરાટમાં DySpની કારને સળગાવી

મળતા અહેવાલ પ્રમાણે ટોળાએ ઉશ્કેરાટમાં DySpની કારને સળગાવવાની ઘટના પણ સામે આવી છે. ટોળાઓ પોલીસ કાફલાની ચાર કારના પણ કાચ ફોડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ પોલસ પર પથ્થરમારો પણ કર્યો હતો. તો બીજી તરફ પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. 

 ગામડી‌ પાસે અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા યુવાનનું મોત નિપજ્યુ હતું.જેને લઈને ગામડી‌ના ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામા આવ્યો.ચક્કાજામને પગલે હાઇવેની બંન્ને તરફ વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. જે બાદ ગાંભોઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ગામડી ગામ પાસે વારંવાર અકસ્માત થાય છે જેને લઈ ગ્રામજનોએ અનેક વખત બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરી છે.પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ગ્રામજનોએ પોલીસની ગાડીમાં આગ લગાવી હતી.તો બીજી તરફ પોલીસને ટિયરગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી.વારંવાર અકસ્માત થવાના કારણે ગ્રામજનોએ બ્રિજ બનાવવા માગ કરી હતી પરંતુ બ્રિજ બનાવવાને લઈ કોઈ જવાબ નથી મળતો ત્યારે આજે ફરી એક વખત અકસ્માત સર્જાતા ગ્રામજનોએ અંતે ચક્કાજામ કર્યો હતો જે બાદ સ્થિતિ વણસી હતી.

આ સમાચાર શેર કરો