મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: અમેરિકા સાથે દુશ્મનાવટ વચ્ચે ઈરાન પર નવી મુસીબત!

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત સૈન્ય તણાવ વચ્ચે હવે ભારતમાં ગાઢ મિત્ર દેશ યુએઈએ મોટો નિર્ણય લીધો છે. UAE

તસવીર: gstv

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત સૈન્ય તણાવ વચ્ચે હવે ભારતમાં ગાઢ મિત્ર દેશ યુએઈએ મોટો નિર્ણય લીધો છે. UAE એ સત્તાવાર જાહેરાત કરીને ઈરાન સાથેના તમામ પ્રકારના વેપાર, વાણિજ્યિક આદાનપ્રદાન અને નાણાકીય વ્યવહારો તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધા છે. આ નિર્ણય અંગે માહિતી આપતા UAE વિદેશ મંત્રાલયના સંચાર વિભાગના ડાયરેક્ટર આફ્રા અલ હમેલીએ જણાવ્યું હતું, કે પ્રાદેશિક તણાવ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને… ઈરાન સાથેના તમામ વેપાર, વાણિજ્યિક વિનિમય અને નાણાકીય વ્યવહારો આગળની સૂચના ન મળે ત્યાં સુધી રોકી દેવામાં આવ્યા છે. વેપાર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયની જાહેરાતના લગભગ બે કલાક પહેલાં UAEના નાગરિકોના મોબાઈલ ફોન પર ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ એલર્ટમાં સંભવિત મિસાઈલ ખતરા અંગે ચેતવણી આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો