મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરેન્દ્રનગરમાં વીજ વિભાગ અને પોલીસના સંયુક્ત દરોડામાં ₹૧ કરોડથી વધુનું વીજ ચોરીનું મસમોટું નેટવર્ક ઝડપાયું!

સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં વીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા વીજ ચોરી વિરુદ્ધ હાથ ધરવ

સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં વીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા વીજ ચોરી વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં ગેરકાયદેસર વીજ વપરાશનું મસમોટું નેટવર્ક ઝડપાયું છે. ટાવર ચોક, ટાંકી ચોક અને પોપટપરા સહિતના વિસ્તારોમાં ASP, DySP અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે પડેલા દરોડામાં અંદાજે 1 કરોડથી વધુની વીજ ચોરી પકડાઈ છે. આ તપાસ દરમિયાન 200થી વધુ ઘરોમાં વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે, જ્યાંથી તંત્રએ 100થી વધુ એસી અને ગેરકાયદેસર વાહનો પણ જપ્ત કર્યા છે. વીજ વિભાગની આ આકરી કાર્યવાહીથી સમગ્ર પંથકના વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો