મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢમાં ઝેરી મધમાખીના હુમલામાં વૃદ્ધ ખેડૂતનું મોત

જૂનાગઢમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં ઝેરી મધમાખીના ઝુંડ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક વૃદ્ધ ખેડૂ

જૂનાગઢમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં ઝેરી મધમાખીના ઝુંડ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક વૃદ્ધ ખેડૂતનું મોત નિપજ્યું છે. ખેતરમાં કામ કરી રહેલા 75 વર્ષીય વૃદ્ધ પર ઝેરી મધમાખીના હુમલાની ઘટનામાં આખરે વૃદ્ધ મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો : અમરેલીમાં વાડીએ કામ કરતા ખેડૂત પર સિંહનો હુમલો, પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામે 75 વર્ષીય વૃદ્ધ ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરવાનું ચાલુ કરી દીધું હતુ. બે દિવસ પહેલા 108ની ટીમ દ્વારા પીપીઈ કીટ પહેરી વૃદ્ધને મધમાખીઓથી બચાવવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ તેમને સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર કારગત ન નિવડતા ચકાભાઇ આલાભાઇ વાઘેલા નામના વૃદ્ધ ખેડૂતનું મોત નિપજ્યું હતું. 75 વર્ષીય વૃદ્ધનું મધમાખીના હુમલાથી મોત થતા સમગ્ર પ્રાંતમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ સમાચાર શેર કરો