VIDEO:સુરતમાં વધતો અસામાજિક તત્વોનો આતંક, કારખાનામાંથી નીચે ઉતરેલા યુવક પર આઠ લોકો તૂટી પડ્યા
સુરતમાં આ સામાજિક તત્વોનો આતંક દિવસે અને દિવસે વધી રહ્યો છે. ત્યારે સરથાણા પોલીસ મથક

સુરતમાં આ સામાજિક તત્વોનો આતંક દિવસે અને દિવસે વધી રહ્યો છે. ત્યારે સરથાણા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા લસકાણાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક યુવક પર હુમલો થયો હતો. લક્ષ્મણ નગર ઇન્ડસ્ટ્રીઝમાં એક યુવક પર આઠ લોકોએ ભેગા મળીને હુમલો કર્યો હતો. યુવક જેવો કારખાનામાંથી નીચે આવ્યો કે, તરત જ આ આઠ લોકો તૂટી પડ્યા હતા. ઢીક્કા પાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી યુવકને મુંઠ માર વાગતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેના આધારે સરથાણા પોલીસ મથકમાં યુવકે ફરિયાદ નોંધાવી છે.




