મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠા/ દાંતામાં આભ ફાટ્યું, ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદથી નદી-નાળા પાણીથી છલકાયા

બનાસકાંઠાના દાંતા તાલુકામાં આભ ફાટતા ચાર કલાકમાં જ આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે કીડી મકોડી, અર્જુન નદી

બનાસકાંઠાના દાંતા તાલુકામાં આભ ફાટતા ચાર કલાકમાં જ આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે કીડી મકોડી, અર્જુન નદી સહિતના પાણી અનેક ગામમાં ઘુસી ગયા હતા. દાંતા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. 

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હતું. વરસાદને કારમે સુકી ભઠ્ઠ નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી. મોટાભાગના ખેતરો પણ બેટમાં ફેરવાઇ ગયા હતા. દાંતા તાલુકામાં અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

પાલનપુરમાં પણ બે ઇંચ વરસાદ

બીજી તરફ પાલનપુરમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાલનપુર ગઠામણ પાટીયા રોડ ઉપર પાણી ભરાયા હતા. કૈલાશનગર જવાના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા હતા. અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો