મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મમતા બેનર્જી જૂથના કુનાલ ઘોષની કાર પર ઈંડા અને પત્થર ફેંકાયા

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ઉત્તરપાડા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કૂણા

તસવીર: gstv

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ઉત્તરપાડા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કૂણાલ ઘોષની કાર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. મમતા બેનરજીની રેલીમાં જઈ રહેલા કૂણાલ ઘોષની ગાડીને કાળા ઝંડા સાથે આવેલા કેટલાક લોકોએ ઘેરી લીધી હતી અને ગો બેકના નારા લગાવ્યા હતા. વિરોધકર્તાઓએ તેમની કાર પર પથ્થર અને ઈંડા પણ ફેંક્યા હતા. આ ઘટના અંગે કૂણાલ ઘોષે રાજ્યમાં જંગલ રાજ  હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે કોઈ પોલીસકર્મી હાજર નહોતો. તેઓ હવે કોલકાતા પરત ફરી રહ્યા છે અને લાલબજાર અથવા ભવાની ભવન જઈને આ અંગે ફરિયાદ નોંધાવશે.

આ સમાચાર શેર કરો