VIDEO : ઇડર હિંમતનગર હાઇવે પર ઇકો કાર બેકાબુ, માતા અને દીકરી હવામાં ફંગોળાયા
સાબરકાંઠા જિલ્લાના ઇડર હિંમતનગર હાઇવે પર સીએનજી પંપ પર ઇકો કાર બેકાબુ બની હતી. સીએનજી પ
સાબરકાંઠા જિલ્લાના ઇડર હિંમતનગર હાઇવે પર સીએનજી પંપ પર ઇકો કાર બેકાબુ બની હતી. સીએનજી પુરાવા આવેલ પરિવાર રાહ જોઈ રહ્યો હતો તેવામાં ઇકોએ જોરદાર ટક્કર મારી હતી. અચાનક ધસી આવેલી ઇકોએ સામેની સાઈડ પર ઉભેલા મહિલા અને દીકરીને ટક્કર મારી હતી. ટક્કર મારી કાર દીવાલ સાથે અથડાઇ હતી.
ઇકો કારની ટક્કરે માતા અને દીકરી હવામાં ઉછળીને નીચે પટકાયા હતા. જે ઘટનાનો વીડિયો CCTVમાં કેદ થયા હતા. બંન્ને માતા-દીકરીને વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા.




