VIDEO: જમ્મુ-શ્રીનગર હાઈવે પર ઇકો કાર પલટી: ચાર ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર નજીક જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર નજીક જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક ઇકો કાર અચાનક પલટી મારી જતાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહન પલટી ખાતાં જ હાઈવે પર ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને હાઈવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી તમામ ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે પૂર્વવત કરાવી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.


