VIDEO: સુરતમાં ભૂવારાજ: આખી બસ ગરકાવ થાય તેવડો મોટો ભૂવો પડ્યો
સુરતના કાપોદ્રા રચના બીઆરટીએસ રોડ પર ૩૦ થી ૩૫ ફૂટ ઊંડો અને ૪૫ થી ૫૦ ફૂટ પહોળો વિશાળ ભૂવો

સુરતના કાપોદ્રા રચના બીઆરટીએસ રોડ પર ૩૦ થી ૩૫ ફૂટ ઊંડો અને ૪૫ થી ૫૦ ફૂટ પહોળો વિશાળ ભૂવો પડ્યો છે. આ આખી બસ ગરકાવ થઈ જાય તેવડા મોટા ભૂવામાં બીઆરટીએસ બસના પાછળના ટાયર ખૂપી ગયા હતા. થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજની કામગીરી થઈ હતી, જે રસ્તો બેસી ગયો છે. લોકોની વારંવારની ફરિયાદ છતાં મેયર હજુ સુધી ઘટનાસ્થળની મુલાકાતે આવ્યા નથી, જેને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે.




