મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં જામ્યો મેહુલ્યો, પૂર્વ અને પશ્ચિમમાં વરસ્યો વરસાદ

રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

 રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી  વરસાદ

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે શહેરના પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા વાહનચાલકો, શાળાએ જતા બાળકો તેમજ નોકરીએ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

29મી જુલાઈની આગાહી

આજે (29મી જુલાઈ) કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો