Video-સુરતમાં સોસાયટીના ગેટ બહાર જ e-મોપેડમાં લાગી આગ, લોકો ડરના માર્યા જોતા રહ્યા
સુરતમાં ઈલેક્ટ્રિક વેહિકલ દિવસે દિવસે વધી રહ્યાં છે.ત્યારે તેમાં આગ લાગવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. જો

સુરતમાં ઈલેક્ટ્રિક વેહિકલ દિવસે દિવસે વધી રહ્યાં છે.ત્યારે તેમાં આગ લાગવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે, દર વર્ષે ચાર્જિંગમાં મોપેડ સળગતા હતાં. આ વખતે સોસાયટીના ગેટ પર પહોંચેલું મોપેડ સળગવાં લાગ્યું હતું. જેથી લોકો ડરના માર્યા જોતાં જ રહી ગયાં હતાં.ગોડાદરા વિસ્તારમાં ઇ બાઈકમા ભીષણ આગ લાગી ગઈ હતી. ગોડાદરા રાજ આઇકોન બિલ્ડીંગની બહાર ઇ બાઈકમાં આગ લાગી હતી. બિલ્ડીંગની બહાર ઇ બાઇકમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇ બાઇકમાં આગ લાગતા બાઈક બળીને ખાક થઈ ગઈ હતી. સ્થાનિકોએ ફાયર એક્સ્ટીન્ગયુશર દ્વારા આગ બુજાવી હતી.
વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ




