VIDEO: ઓખા જેટી પર મોટી દુર્ઘટના, ક્રેઇન તૂટી પડતા ત્રણ શ્રમિકોના મોત
ઓખા જેટી પર મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ક્રેઇન તૂટી પડતા ત્રણ કામદારોના મોત થયા છે. ઓખા પાસે મરીન વિભાગ દ્વારા બની રહેલી નવી જેટીના
ઓખા જેટી પર મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ક્રેઇન તૂટી પડતા ત્રણ કામદારોના મોત થયા છે. ઓખા પાસે મરીન વિભાગ દ્વારા બની રહેલી નવી જેટીના કામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ક્રેઇન તૂટી પડતા 2 કામદાર કાટમાળમાં દટાયા હતા જ્યારે એક કામદાર દરિયામાં પડ્યો હતો.આ ઘટના બાદ સ્થાનિક માછીમારો દ્વારા રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી હતી. તાત્કાલિક હાથ ધરાયેલા રેસક્યૂ ઓપરેશન બાદ પણ 3 કામદારોને બચાવી શક્યા નહતા.
અચાનક ક્રેન તૂટી પડતા ત્રણ શ્રમિકોના મોત
મળતી માહિતી મુજબ, ઓખા જેટી પર કામ શરૂ હતું, તે દરમિયાન જ અચાનક ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ દટાયેલાં હાલ ત્રણેય શ્રમિકોના મૃતદેહને બહાર કાઢી દેવામાં આવ્યા છે. તમામના મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવી છે. મૃતક શ્રમિકની ઓળખ જીતેન કરાડી, અરવિંદ કુમાર અને નિશાંત સિંહ તરીકે થઈ છે.
આ સિવાય તંત્ર દ્વારા તેમજ અન્ય કોઈ શ્રમિક દટાયા છે કે કોઈ ઈજાગ્રસ્ત થયું છે કેમ કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય આ અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેના કારણો શું હતાં તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.






