મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કલેક્ટરની સરપ્રાઈઝ વિઝીટમાં આચાર્ય દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

કઠલાલ તાલુકાના કાણીયલમાં કલેક્ટરે સપાટો બોલાવતા પ્રાથમિક શાળાના આચાર્યને દારૂ પીધ

તસવીર: gstv

કઠલાલ તાલુકાના કાણીયલમાં કલેક્ટરે સપાટો બોલાવતા પ્રાથમિક શાળાના આચાર્યને દારૂ પીધેલી હાલતમાં પકડ્યાં હતા.  કલેક્ટરની વિઝીટ દરમિયાન પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ H Tat આચાર્ય ભગવતસિંહ ઝાલા પીધેલી હાલતમાં ઝડપાયા. ભગવતસિંહ ઝાલા ગંગાદાસના મુવાડામાં ફરજ બજાવે છે. અગાઉ આ આચાર્ય મહેમદાવાદ તાલુકાની રૂદન પ્રાથમિક શાળામાં ફરજ દરમિયાન  વિવાદમાં આવી ચૂક્યાં છે. આ આચાર્યના પુત્ર વધુ ખેડા જિલ્લા પંચાયતની છીપડી બેઠકના કોંગ્રેસના સભ્ય છે. કોંગ્રેસના સભ્યના સસરા પીધેલી હાલતમાં ઝડપાતા રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે. જિલ્લામાં આવા શિક્ષકોને સરપ્રાઈઝ વિઝીટ કરી પગલાં લેવા પણ માગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો