VIDEO: સુરત પૂર હોનારત: વેપારીઓના ઇન્સ્યોરન્સ ક્લેમ ઝડપથી સેટલ થશે, કલેક્ટરની કડક સૂચના
સુરતમાં પૂર હોનારતથી વેપારીઓને થયેલા નુકસાન બાદ તંત્ર એક્શનમાં આવ્યું

સુરતમાં પૂર હોનારતથી વેપારીઓને થયેલા નુકસાન બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીની ઇન્ડસ્ટ્રી મુલાકાત બાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઈન્સ્યોરન્સ કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વેપારીઓને રાહત મળે અને ક્લેમ પ્રક્રિયા સરળ બને તે માટે કંપનીઓને ઝડપી નિકાલની સૂચના આપવામાં આવી છે. ક્લેમ માટે ફરિયાદ નિવારણ પોર્ટલ શરૂ કરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત પ્રક્રિયા ઝડપી બનાવવા નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે આપત્તિના સમયમાં કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. વેપારીઓ અને તંત્ર વચ્ચે સંકલનથી નુકસાનગ્રસ્તોને સહાય પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.




