VIDEO: વાવડી વિસ્તારમાં નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસ: લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર સુધીની કડક કાર્યવાહી
ચોટીલા સબ-ડિવિઝનમાં નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસ દ

ચોટીલા સબ-ડિવિઝનમાં નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસ દરમિયાન ઝરીયા મહાદેવ અને વાવડી વિસ્તારમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 7 ગેરકાયદેસર સ્ટોન ક્રશર પ્લાન્ટ સીલ કરી અંદાજે 3 કરોડ 71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં ગેરકાયદે ખનન, પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન અને સરકારી જમીન પર કબજો સામે આવ્યો છે. હિટાચી મશીન, ડમ્પર, લોડર અને 200 મેટ્રિક ટન સિલિકા પણ સીઝ કરાયા છે. સંચાલકો સામે ગેરકાયદે ખનન, લેન્ડ ગ્રેબિંગ સહિતની કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
