VIDEO: સુરતમાં ડમ્પર ચાલકે બેફામ રીતે હંકારી રસ્તો ક્રોસ કરતાં બાઈક સવાર પિતા-પુત્રને લીધા અડફેટે
સુરતના ડિંડોલીમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી. ડિંડોલીમાં આવેલા

સુરતના ડિંડોલીમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી. ડિંડોલીમાં આવેલા દેલાડવા રોડ પર કૈલાશ રેસીડેન્સીની સામેના સીસીટીવીમાં અકસ્માતની ઘટના કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ડમ્પર ચાલક બેફામ રીતે ગાડી હંકારી રહ્યો હતો. તેણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હોય તેમ રસ્તો ક્રોસ કરી રહેલા બાઈક સવાર પિતા-પુત્ર સહિત 3ને અડફેટે લીધા હતાં. જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી. ભેંસના તબેલાથી 35 વર્ષીય પિતા દિનેશભાઈ અને તેમનું નવ વર્ષીય પુત્ર કેતન ત્યાંથી ગાડી પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે આ બેફામ દમ્પર પર ચાલેકે તેના ડમ્પરની નીચે લઈ લીધા હતાં. જો કે, બંને પિતા પુત્રનો ચમત્કારી બચાવ થયો હતો. તેમને પગના ભાગે ગંભીર ઇજા થવા પામી છે.દ્રશ્યમાં દેખાતા સમયે બે ગાડીને અડફેટે લીધી હતી. જીઈબીના થાંભલા સાથે અથડાયો હતો. ડિંડોલી પોલીસ દ્વારા આ ડમ્પર ચાલકની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.




